એક જ પ્રદેશમાંથી સ્થળાંતર થયેલ એક જ જ્ઞાતિ-સમાજના લોકો, એક સ્થળે સૌથી મોટી સંખ્યામાં સ્થાયી થયા હોય તેવુ દુનિયામાં એકમાત્ર શહેર સુરત છે જ્યાં સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ ના 7 થી 8 લાખ લોકો રહે છે શિક્ષણ ક્ષેત્રે વિશેષ જાગૃતિ છે. છતાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક પણ હોસ્ટેલની સુવિધા નથી.
સુરત હવે શિક્ષણ ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજો સુરતમાં છે. C.A., C.S. જેવી કારકિર્દી ક્ષેત્રે અભ્યાસ માટે વિદ્યાર્થીઓ વધી રહ્યા છે. GPSC, UPSCપરીક્ષા માટેની તૈયારી માટે તાલીમ કેન્દ્રો વધી રહ્યા છે વિદ્યાર્થીઓમાં ખૂબ જ જાગૃતિ આવી છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓ સુરતમાં આવી રહ્યા છે. વળી સુરત ખાતે વસતા નાના વર્ગના વિદ્યાર્થીઓને પડતી અગવડતાના કારણે છાત્રાલય ની જરૂરિયાત ઊભી છે. ત્યારે હવે સુરતમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા ઊભી કરવાની તાતી જરૂરિયાત છે .
સુરતમાં પટેલ સમાજની પાયાની જરૂરિયાત હોસ્ટેલ માટેનો પ્રથમ પ્રયાસ, જેમાં આપ સહભાગી બનો એવી અમારી નમ્ર વિનંતી