વર્ષો પહેલા ૧૯૬૦-૭૦ ના દાયકા માં સૌરાષ્ટ્ર માંથી રોજીરોટી માટે લોકો એ સુરત માં આવવા નું શરુ કર્યું. જરીઉધોગ અને હીરાઉધોગ માં કારીગર તરીકે સૌરાષ્ટ્રવાસીઓ એ રોજગાર ની શરૂઆત કરી. સમૂહ ભાવના અને સમાજ ઉપયોગી થવાની લાગણી અને સરળ સ્વભાવ ને કારણે ખુબ મોટી સંખ્યા માં ઝડપ થી લોકો સુરત માં સ્થિર થવા લાગ્યા.
સુરતમાં સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ ની વસ્તી લાખોમાં થઇ. મોટાભાગે હીરાઉધોગ સાથે સંકળાયેલા હતા અને પછી ધીરે ધીરે ટેક્ષટાઇલ ઉદ્યોગ,એમ્બ્રોઇડરી અને બાંધકામ જેવા અનેક ક્ષેત્ર માં ઉત્તરોત્તર પ્રગતી કરી , તેમાં મોટાભાગે યુવા વર્ગ વધારે હતો. સામાજિક સંગઠન ની જરૂરીયાત ઉભી થઈ. ૧૯૬૦-૭૦ ના દાયકા ના પ્રારંભે સમાજની ચિંતા કરનાર મહાનુભાવો એ સામાજિક સંગઠન ઉભું કરવા અને તેના માધ્યમ થી સમુહલગ્ન આયોજન ની પ્રવૃત્તિ હાથ ધરવા સંકલ્પ કર્યો હતો. ૧૯૮૩ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની સ્થાપના અને વિધિવત નોંધણી થઇ અને સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ ની એક સંસ્થા નો પ્રારંભ થયો.